અંગદાન જાગૃતિ વિષય પર સેમિનાર મા હાજરી

કલરવ એન.જી.ઓ અને ઝાયડ્સ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે એન.વી.પટેલ સાયન્સ કોલેજ ના સહયોગથી “અંગદાન જાગૃતિ” વિષય પર સેમિનાર યોજાયો જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ ને ઉપર્યુક્ત વિષય પર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં એન.વી પટેલ કોલેજ ના આચાર્યશ્રી ડો. બાસુદેવ બક્ષી સાહેબ, કલરવ એન.જી.ઓ ના અધ્યક્ષ ડો. આશવ પટેલ, પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા, જનરલ સેક્રેટરી નિસર્ગ પટેલ, સેક્રેટરી વિજય રાંક, વિશિષ્ટ સલાહકાર અને આદરણીય ટ્રષ્ટિ ડો. પ્રશાંત કુંજડિયા, સભ્ય જેનિષ પટેલ, અંકિત શર્મા,  મધ્યસ્થ સમિતિ ના ઉપપ્રમુખશ્રી ડો. રીટા કુમાર, એન.એસ.એસ કોર્ડીંનેટર ડો. યોગેશ પટેલ તેમજ કોલેજ ના અઘ્યપક મિત્રો, ઝાયડ્સ હોસ્પિટલ ના શ્રી પાર્થ પટેલ, શ્રી નીરવ ચંદ્રપાલ, શ્રી ડેનિશ સ્વામી તેમજ મોટી સંખ્યા માં વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો નું સ્વાગત કરીને કરાઈ હતી. ત્યારબાદ કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા નું કલરવ સંસ્થા નો પરિચય આપતું ઉદબોધન અને એન.વી. પટેલ ના આચાર્યશ્રી બાસુદેવ બક્ષી સાહેબ દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ શુભેચ્છાઓ અપાઈ હતી. ઝાયડ્સ ના શ્રી પાર્થ પટેલે ઝાયડ્સ અંગે વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યા હતા અને ત્યારબાદ ડો. નીરવ ચંદ્રપાલ દ્વારા વિદ્યાર્થીઓ ને અંગદાન વિષય પર માહિતગાર કરાયા હતા. અંત માં રાષ્ટ્રગાન કરી ને સૌ મિત્રો રાષ્ટ્રસેવા ના ઉત્તમ સંકલ્પ સાથે છુટા પડ્યા હતા.