ઉત્તમ ત્રાસડીયા ના જન્મદિવસ ની ઉજવણી કાંઈક અનોખી રીતે કરવામાં આવી હતી. મોરડ પ્રાથમિક શાળા ના અંદાજીત 500 બાળકો ને મફત ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ માં કલરવ એન.જી.ઓ ના અધ્યક્ષ ડો. આશવ પટેલ, સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને ગુજરાત સંગીત અને નાટય અકાદમી ના ડાયરેકટર સુખદેવભાઈ ધામેલીયા, સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. નિર્મળદાન ગઢવી, કલરવ એન.જી.ઓ ના મહામંત્રીશ્રી નિસર્ગ પટેલ, મંત્રીશ્રી વિજય રાંક, વિશિષ્ટ સલાહકાર ડો. પ્રશાંત કુંજડિયા, સહમંત્રીશ્રી રાજ છત્રલા, ખજાનચીશ્રી નિહિર પટેલ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. ત્યારબાદ વિદ્યાનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તમ ત્રાસડીયા સહિત અનેક કોલેજીયન વિદ્યાર્થીઓએ રક્તદાન કરી સમાજમા એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્રીજા એક કાર્યક્રમ માં જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે વૃદ્ધાશ્રમ ના વૃધ્ધો ના આશીર્વાદ લઇ તેમની બનતી સેવા કરવાનું વચન આપ્યા બાદ ત્યાં ઉત્તમ ત્રાસડીયા ના અંગત મિત્રમંડળ દ્વારા જન્મદિવસ ઉજવાયો હતો.


