જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા મહાનુભાવો.

ઉત્તમ ત્રાસડીયા ના જન્મદિવસ નિમિતે વડતાલ મંદિરના આચાર્યશ્રી પ.પૂ રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા પ્રસાદી નો હાર પહેરાવી  શુભકામનાઓ આપવામાં આવી હતી સાથે સાથે વડતાલ મંદિર ના કોઠારી સ્વામીશ્રી, સત્સંગ મંડળ ના પ્રમુખશ્રી નૌતમ સ્વામીજી, રાજભાઈ વામાભાઈ મારુ ફાઉન્ડેશન ના અધ્યક્ષ અમિત ભરવાડ, ડો. આશવ પટેલ, ડો. પ્રશાંત કુંજડિયા દ્વારા સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી. ગુજરાત સરકાર ના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પાણી પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર ડો. નિર્મળદાન ગઢવી, સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર સુખદેવભાઈ ધામેલીયા સહિત અનેક શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ અને સ્નેહીશ્રીઓ એ ટેલિફોનિક સંદેશ મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી.