ABVP ના છાત્ર સંમેલનમાં હાજરી આપી

કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા એ જિલ્લા ABVP આયોજિત છાત્રસંમેલનમાં હાજરી આપી હતી. આણંદ નગર અને વિદ્યાનગર ના નવનિયુક્ત કારોબારી સદસ્યોને શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે કલરવ એન.જી.ઓ ના મહામંત્રીશ્રી નિસર્ગ પટેલ ને આણંદ નગર ના abvp સહમંત્રી અને સક્રિય સ્વયંસેવક દેવાંશ દેસાઈ ને વિદ્યાનગર ના abvp સહમંત્રી બનવા બદલ વિશેષ શુભકામનાઓ પાઠવી હતી.

નવરાત્રી ના પ્રથમ દિવસે “આત્મીય રાસ” મા “માં જગદંબા” ના ચરણે આરાધના કરી

નવરાત્રી ના પ્રથમ દિવસે આત્મીય વિદ્યાધામ આયોજિત “આત્મીય રાસ” માં હાજરી આપી હતી અને યુવાનો સાથે નવલી નવરાત્રી નો આનંદ માણ્યો હતો.

માલધારી સમાજવતી ઉત્તમ ત્રાસડીયા નું સન્માન

માલધારી અને ભરવાડ સમાજવતી મોટી બોરુંધામના મહંતશ્રી નામદેવ ભગત દ્વારા સામાજિક યોગદાન માટે ઉત્તમ ત્રાસડીયા નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

TEDxGCET ના કાર્યક્રમ માં હાજરી આપી.

ઉત્તમ ત્રાસડીયા એ GCET કોલેજ આયોજિત TEDxGCET કાર્યક્રમ માં હાજરી આપી હતી જ્યાં તેઓ ગુજરાતી ફિલ્મ સ્ટાર પ્રતીક ગાંધી, તેમના પ્રિય મિત્ર અને  નેશનલ બીટ બોક્સર અંકુર વૈદ અને ભારત ના ચીફ એર કમાન્ડર એસ. એસ. ત્યાગી સાહેબ સાથે કાર્યક્રમ માં જોડાયા હતા.

ઉત્તમ ત્રાસડીયા ની સંજય રાવલ સાથે બેઠક

કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા ની ગત તારીખ 17.09.2017 ના રોજ સંજય રાવલ સાથે બેઠક યોજાઇ હતી જેમાં કલરવ એન.જી.ઓ ના આગામી કાર્યક્રમો ને અનુલક્ષી ને ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સંજય રાવલ વિદ્યાનગર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલ હતા જ્યાં કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ સંજય રાવલ અને ઉત્તમ ત્રાસડીયા ની મુલાકાત થઈ હતી…

ઉત્તમ ત્રાસડીયા ની બે દિવસીય મુલાકાત.

ઉત્તમ ત્રાસડીયાએ તાજેતર માં બે દિવસ અંબાજી ની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે માં જગદંબા ના દર્શન કરી સુપ્રસિદ્ધ લોક ગાયિકા અલ્પાબેન પટેલ, લોક સાહિત્યકાર ગમન સાંથલ, નર્મદા બાયો કેમ લિમિટેડ કમ્પની ના માલિક અને ખોડલધામ મંદિર ના ટ્રષ્ટિ દિનેશભાઈ પટેલ ની મુલકત લીધી હતી.

સાહિત્ય સંધ્યા કાર્યક્રમ માં હાજરી આપી.

નડિયાદ સંતરામ મંદિર આયોજિત “મારો હીરો, મારો સૈનિક” કાર્યક્રમ માં જાણીતા સાહિત્યકાર ડો. નિર્મલદાન ગઢવી સાથે ઉત્તમ ત્રાસડીયા હાજર રહ્યા હતા.