ઉત્તમ ત્રાસડીયા નો બે દિવસીય સુરત પ્રવાસ…
કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયાએ બે દિવસીય સુરતની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે જુદા જુદા પ્રસંગો માં હાજરી આપી હતી. સુરત ના પ્રતિષ્ઠિત “સાહિત્ય સફર” મેગેજીન ના તંત્રીશ્રી ઓ સાથે બેઠક યોજી હતી, ત્યાર બાદ D&M Jeans ના એમ.ડી. પ્રદીપ પટેલની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલીયા ના કાર્યક્રમ માં હાજરી આપી હતી. નોંધનીય છે કે જિલ્લા ના ઘણા બધા ઉધોગપતિઓ અને પ્રતિષ્ઠિતો સાથે કલરવ અંગે બેઠક યોજાઇ હતી.
જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા મહાનુભાવો.
ઉત્તમ ત્રાસડીયા ના જન્મદિવસ નિમિતે વડતાલ મંદિરના આચાર્યશ્રી પ.પૂ રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા પ્રસાદી નો હાર પહેરાવી શુભકામનાઓ આપવામાં આવી હતી સાથે સાથે વડતાલ મંદિર ના કોઠારી સ્વામીશ્રી, સત્સંગ મંડળ ના પ્રમુખશ્રી નૌતમ સ્વામીજી, રાજભાઈ વામાભાઈ મારુ ફાઉન્ડેશન ના અધ્યક્ષ અમિત ભરવાડ, ડો. આશવ પટેલ, ડો. પ્રશાંત કુંજડિયા દ્વારા સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી. ગુજરાત સરકાર ના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પાણી પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર ડો. નિર્મળદાન ગઢવી, સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર સુખદેવભાઈ ધામેલીયા સહિત અનેક શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ અને સ્નેહીશ્રીઓ એ ટેલિફોનિક સંદેશ મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉત્તમ ત્રાસડીયા નો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો.
ઉત્તમ ત્રાસડીયા ના જન્મદિવસ ની ઉજવણી કાંઈક અનોખી રીતે કરવામાં આવી હતી. મોરડ પ્રાથમિક શાળા ના અંદાજીત 500 બાળકો ને મફત ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ માં કલરવ એન.જી.ઓ ના અધ્યક્ષ ડો. આશવ પટેલ, સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને ગુજરાત સંગીત અને નાટય અકાદમી ના ડાયરેકટર સુખદેવભાઈ ધામેલીયા, સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. નિર્મળદાન ગઢવી, કલરવ એન.જી.ઓ ના મહામંત્રીશ્રી નિસર્ગ પટેલ, મંત્રીશ્રી વિજય રાંક, વિશિષ્ટ સલાહકાર ડો. પ્રશાંત કુંજડિયા, સહમંત્રીશ્રી રાજ છત્રલા, ખજાનચીશ્રી નિહિર પટેલ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. ત્યારબાદ વિદ્યાનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તમ ત્રાસડીયા સહિત અનેક કોલેજીયન વિદ્યાર્થીઓએ રક્તદાન કરી સમાજમા એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્રીજા એક કાર્યક્રમ માં જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે વૃદ્ધાશ્રમ ના વૃધ્ધો ના આશીર્વાદ લઇ તેમની બનતી સેવા કરવાનું વચન આપ્યા બાદ ત્યાં ઉત્તમ ત્રાસડીયા ના અંગત મિત્રમંડળ દ્વારા જન્મદિવસ ઉજવાયો હતો.


આદરણીય ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો શુભેચ્છા સંદેશ.
આત્માનંદ સરસ્વતીજી ના દર્શન અને આશીર્વાદ લીધાં.
“કેમ્પસ કનેક્ટ” કાર્યક્રમ માં હાજરી આપી.
આજરોજ ગુજરાત પ્રદેશ ભા.જ.પા યુવા મોરચા આયોજિત ભારત જોડો – કેમ્પસ કનેક્ટ કાર્યક્રમ માં હાજરી આપી હતી. શ્રીમતી પૂનમબેન મહાજન (રાષ્ટ્રીય અધ્યક્ષ), ડો. ઋત્વિજ પટેલ, શ્રી રોહિત પટેલ, કુ.ડો.ધ્વનિ શર્મા, ડો. નિર્મળદાન ગઢવી,શ્રી હર્ષ સંઘવી,દિલીપભાઈ પટેલ, રમણભાઈ સોલંકી, ડો. આશવ પટેલ અને પાર્ટી ના હોદેદારો તેમજ નજીક ના સ્નેહીશ્રીઓ સાથે મુલાકાત કરી હતી.











