ગરબાસંધ્યા કાર્યક્રમ માં હાજરી 

આજ રોજ ગરૂડેશ્વર ગામ ખાતે પ્રિય મિત્ર અને લોક સાહિત્યકાર ડો. નિર્મળદાન ગઢવી અને લોકગાયિકા મનીષા બારોટ સાથે ગરબાસંધ્યા કાર્યક્રમ માં હાજરી આપી.

“સંવેદના” કાર્યક્રમ

યોગી ડીવાઈન સોસાયટી પ્રેરિત આત્મીય વિદ્યાધામ આયોજિત *બનાસકાંઠા પુર પીડિતો ની સેવાર્થે* કાર્યક્રમ “સંવેદના” માં ડો. નિર્મળદાન ગઢવી, બ્રિજરાજ ગઢવી દ્વારા સાહિત્યરસ પીરસાયો હતો. અંદાજીત *12 લાખ* જેટલું ભંડોળ આપનાર તમામ દાતાઓ ને અભિનંદન. કાર્યક્રમ ના આયોજકો તેમજ ઉપસ્થિત મિત્રો નો હ્ર્દયપૂર્વક આભાર…

વિદ્યાર્થીઓ ની ફી ઘટાડા ની રજુઆત ને પુષ્ટિ

વિદ્યાર્થીઓ ની રજૂઆતો ને ધ્યાન માં રાખી વિદ્યાર્થીહિત માં પરીક્ષા ફી 800 થી ઘટાડી ને 330 કરવા બદલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી કુલકર્ણી સાહેબ ને હ્ર્દયપૂર્વક અભિનંદન પાઠવ્યા…..Team MIC Magazine

અંગદાન જાગૃતિ વિષય પર સેમિનાર મા હાજરી

કલરવ એન.જી.ઓ અને ઝાયડ્સ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે એન.વી.પટેલ સાયન્સ કોલેજ ના સહયોગથી “અંગદાન જાગૃતિ” વિષય પર સેમિનાર યોજાયો જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ ને ઉપર્યુક્ત વિષય પર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં એન.વી પટેલ કોલેજ ના આચાર્યશ્રી ડો. બાસુદેવ બક્ષી સાહેબ, કલરવ એન.જી.ઓ ના અધ્યક્ષ ડો. આશવ પટેલ, પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા, જનરલ સેક્રેટરી નિસર્ગ પટેલ, સેક્રેટરી વિજય રાંક, વિશિષ્ટ સલાહકાર અને આદરણીય ટ્રષ્ટિ ડો. પ્રશાંત કુંજડિયા, સભ્ય જેનિષ પટેલ, અંકિત શર્મા,  મધ્યસ્થ સમિતિ ના ઉપપ્રમુખશ્રી ડો. રીટા કુમાર, એન.એસ.એસ કોર્ડીંનેટર ડો. યોગેશ પટેલ તેમજ કોલેજ ના અઘ્યપક મિત્રો, ઝાયડ્સ હોસ્પિટલ ના શ્રી પાર્થ પટેલ, શ્રી નીરવ ચંદ્રપાલ, શ્રી ડેનિશ સ્વામી તેમજ મોટી સંખ્યા માં વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો નું સ્વાગત કરીને કરાઈ હતી. ત્યારબાદ કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા નું કલરવ સંસ્થા નો પરિચય આપતું ઉદબોધન અને એન.વી. પટેલ ના આચાર્યશ્રી બાસુદેવ બક્ષી સાહેબ દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ શુભેચ્છાઓ અપાઈ હતી. ઝાયડ્સ ના શ્રી પાર્થ પટેલે ઝાયડ્સ અંગે વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યા હતા અને ત્યારબાદ ડો. નીરવ ચંદ્રપાલ દ્વારા વિદ્યાર્થીઓ ને અંગદાન વિષય પર માહિતગાર કરાયા હતા. અંત માં રાષ્ટ્રગાન કરી ને સૌ મિત્રો રાષ્ટ્રસેવા ના ઉત્તમ સંકલ્પ સાથે છુટા પડ્યા હતા.

ભા.જ.પ યુવા મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ સાથે આત્મીય યુવા મહોત્સવ માં હાજરી.

ઉત્તમ ત્રાસડીયા અને ડૉ. ઋત્વિજ પટેલે આત્મીય યુવા મહોત્સવ દરમિયાન સ્વામીજી ના આશર્વાદ લઇ યુવાનો ને યોગ્ય માર્ગ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

ખીચડી વિતરણ કાર્યક્રમ

એકાત્મ પ્રતિષ્ઠાન દ્વારા લશ્કરી ભરતીમેળા માં આવેલ યુવાનો માટે વિદ્યાનગર ખાતે રાહતદરે ખીચડી વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉત્તમ ત્રાસડીયા, ડો. આશવ પટેલ, અમિત ભરવાડ અને મિત્ર મંડળ દ્વારા સેવા પૂરી પડાઈ હતી.

વર્ષ 2017-18 માટે એન્ટી રેગીંગ સેલ માં ઉત્તમ ત્રાસડીયા ની નિમણુંક

જી.સેટ કોલેજ ના વર્ષ 2017 – 18 ના એન્ટી રેગીંગ સેલ ના કોર્ડીંનેટર તરીકે ઉત્તમ ત્રાસડીયા અને તેમના દ્વારા સૂચિત યોગ્ય વિદ્યાર્થીઓ ની નિમણુંક કરાઈ છે.

મતદાર નોંધણી કાર્યક્રમ

ભારત ચૂંટણી આયોગ દ્વારા મતદાર નોંધણી કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં કેમ્પસ એમ્બેસેડર ઉત્તમ ત્રાસડીયા એ સક્રિય ભૂમિકા ભજવી નવા યુવાનો ના મતદાર કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા.